આર્મીનું દિલધડક ઓપરેશન : 600 ફૂટ ઊંડા બોરમાં 60 ફૂટે ફસાયેલી દીકરીને બચાવી લેવાઈ, ધ્રાંગધ્રામાં આર્મીનું દિલધડક ઓપરેશન સફળ

0
ધ્રાંગધ્રાના ગાજણવાવમાં સવારે 7.30 વાગ્યે 600 ફૂટ ઊંડા બોરમાં આદિવાસી પરિવારની કિશોરી પડી હતી અને 60 ફૂટે ફસાઈ હતી. બોરમાં ફસાયેલી કિશોરીને બચાવવા માટે આર્મી, પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કિશોરીને બચાવવા માટે આર્મી દ્વારા દિલધડક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને બોરમાંથી તેને 11.30 વાગ્યે હેમખેમ બહાર કાઢી હતી. તેને બચાવવા માટે 4 કલાક રેસ્ક્યૂ-ઓપરેશન ચાલ્યું હતું.

કિશોરી રમતાં-રમતાં બોરમાં પડી
સુરેન્દ્રનગર જિલ્લના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવમાં એક આદિવાસી ખેતમજૂરની 12 વર્ષની કિશોરી ખેતર પાસે આવેલા એક બોર નજીક રમી રહી હતી. રમતાં-રમતાં અચાનક તે 600 ફૂટ ઊંડા બોરમાં પડી ગઇ હતી. એની જાણ થતાં જ કિશોરીનાં પરિવારજનો અને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને તેને બચાવવા કવાયત હાથ ધરી હતી. મનીષા નામની આ કિશોરી બોરમાં 60થી 70 ફૂટે ફસાઇ હોવાનું જાણવા મળ્યું હતું.



કિશોરીને બચાવવા તંત્રનો કાફલો પહોંચ્યો
આ ઘટનાની જાણ થતાં આર્મી, પોલીસ, પ્રાંત અધિકારી અને મામલતદાર તથા આરોગ્ય ટીમ સહિતની ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેને બચાવવા માટે બોરની અંદર સતત ઓક્સિજન મોકલવામાં આવ્યો હતો. મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે કિશોરીને બચાવવાનું ઓપરેશન હાલ ચાલી રહ્યું છે અને આશા રાખીએ છીએ કે તેને હેમખેમ બહાર કાઢીશું. આર્મી દ્વારા તેને હેમખેમ બચાવી લેવામાં આવી છે.કિશોરી સહીસલામત છે અને વાત પણ કરી રહી છે
આ ઘટનાની પ્રાપ્ત વિગતાનુસાર, ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે 600થી 800 ફૂટ ઊંડા બોરમાં 60 ફૂટે ફસાયેલી આદિવાસી પરિવારની 12 વર્ષની કિશોરી મનીષા ફસાઇ હતી, અંદર ફસાયેલી કિશોરી હિંમતભેર વાત પણ કરી રહી હતી.




જૂન મહિનામાં પણ આવી જ ઘટના બની હતી
જૂન મહિનામાં પણ આવી જ એક ઘટના બની હતી, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની સીમમાં આવેલી વાડીની અંદર 500 ફૂટ ઊંડા બોરમાં બાળક પડ્યો હતો. બોરવેલમાં ફસાયેલા અઢી વર્ષના માસૂમને 40 મિનિટમાં જ રેસ્ક્યૂ કરી બચાવાયું હતું. ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને ખૂબ ટૂંક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં સફળતા મળી હતી.




બાળક રમતાં રમતાં બોરમાં પડ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના દુદાપુર ગામની વાડીમાં બેથી અઢી વર્ષનું એક માસૂમ બાળક રમતાં રમતાં બોરમાં પડ્યું હોવાની ઘટના બની હતી. ઘટનાની જાણ તંત્રને થતાં તાત્કાલિક ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તંત્ર દ્વારા અમદાવાદ NDRFની ટીમને પણ જાણ કરવામાં આવી હતી અને ધ્રાંગધ્રા આર્મીની પણ મદદ લેવામાં આવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top